મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Bharuchની દૂધધારા ડેરીની મતદાન પ્રક્રિયાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ

ગુજરાતભરમાં ચર્ચામાં રહેલી ભરૂચ અને નર્મદા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થ

ગુજરાતભરમાં ચર્ચામાં રહેલી ભરૂચ અને નર્મદા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા દૂધધારા ડેરીના વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ. ₹1000 કરોડથી વધુના વાર્ષિક ટર્ન ઓવર  ધરાવતીઆ ડેરીના 15માંથી એક બેઠક બિનહરીફ જીતાઈ છે. જયારે બાકીની 14 બેઠકો માટે ભરૂચના આયોજન ભવન અને રાજપીપળા APMC ખાતે મતદાન ચાલી રહ્યું છે. મતદાન કેન્દ્રો બહાર સમર્થકોના જમાવડા અને ઉત્તેજનાભર્યા માહોલ વચ્ચે સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે. કાલે મતગણતરી યોજાશે, જે ડેરીના નવા વ્યવસ્થાપક મંડળ અને ચેરમેનનો ચહેરો નક્કી કરશે.

અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ પણ મતદાન કરીને પોતાની પેનલના 4 ઉમેદવારોની જીતનો દાવો કર્યો. તેમણે જણાવ્યું, "જો આપણે જીતીએ તો ઘનશ્યામ પટેલની પેનલને સમર્થન આપીશું. લોકોને સારો ભાવ મળે, ભ્રષ્ટાચાર રોકાય અને નવી ડેરી ખુલે તેવી આશા વ્યક્ત કરી છે."

આ સમાચાર શેર કરો