મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગ્રાહક પર સ્ટાફનો હુમલાનો વીડિયો વાયરલ

મોરબી જિલ્લાના માળિયા મિયાણા નજીક હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલમાં મારામારીની ઘટના સામે આવી છે. કોઈ બાબતે ગ

મોરબી જિલ્લાના માળિયા મિયાણા નજીક હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલમાં મારામારીની ઘટના સામે આવી છે. કોઈ બાબતે ગ્રાહક અને હોટલના સ્ટાફ વચ્ચે તકરાર થતાં મામલો ઉગ્ર બન્યો હતો. આરોપ છે કે હોટલના સ્ટાફે એકજૂથ થઈ ગ્રાહકને લાત-મુક્કા તેમજ ખુરશીઓ વડે માર માર્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા જાગી છે. આ બનાવ ગઈકાલે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી આ મામલો પોલીસ મથકે પહોંચ્યો નથી અને કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.  

આ સમાચાર શેર કરો