મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં બે જૂથ વચ્ચે મારામારી, ગોકુલનગર વિસ્તારમાં તંગદિલીનો માહોલ

જામનગર શહેરમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. ગોકુલનગ

જામનગર શહેરમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. ગોકુલનગર જકાતનાકા પાસે બંને જૂથો લાકડીઓ સાથે આમને-સામને આવી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આંતરિક માથાકૂટ અને જૂની અદાવતને લઈને ઝપાઝપી થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળ પાસેથી પોલીસની પીસીઆર વાન સાયરન વગાડીને પસાર થઈ હોવા છતાં ટોળાં તાત્કાલિક વિખેરાયા નહોતા. ઘટનાને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો