મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચીખલીમાં સોલાર કંપની બહાર મારામારીનો વીડિયો વાયરલ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દેગામ સ્થિત સોલાર કંપની બહાર કર્મચારી પર ફિલ્મી સ્ટાઈલમાં

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દેગામ સ્થિત સોલાર કંપની બહાર કર્મચારી પર ફિલ્મી સ્ટાઈલમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નાઈટ શિફ્ટ દરમિયાન વર્કરો સૂઈ જવાની બાબતે કરાયેલા રિપોર્ટ બાદ કેટલાક કર્મચારીઓને કંપનીમાંથી છુટા કરવામાં આવ્યા હતા. આ અદાવતમાં પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ સંબંધિત કર્મચારીને જાહેરમાં ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ વીડિયો વાયરલ થતા વિસ્તારમાં ભારે ચર્ચા અને ચકચાર મચી છે. બે દિવસથી પોલીસની નિષ્ક્રિયતા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરશે કે નહીં. સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો