Video: અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ત્યારે
ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ત્યારે હવામન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ તીવ્રતા જોવા મળશે.
આગાહી અનુસાર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહિવત છે, જ્યારે આગામી 4 દિવસ ગાજવીજ સાથે 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે, જેના કારણે ઠંડક વધશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જે વરસાદને વેગ આપી રહ્યું છે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો છે.



