VIDEO: ધોરાજીમાં કમોસમી વરસાદ અને માવઠાએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો, આર્થિક સહાયની કરી માંગ
રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાએ જગતના તાતની ચિંતામાં વધારો


રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. એકતરફ કુદરતી આફત અને બીજી તરફ બજારમાં મળતા ઓછા ભાવને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.ખાસ કરીને ડુંગળી અને ટમેટાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને ખર્ચ પણ માથે પડી રહ્યો છે. ડુંગળીના મણના માત્ર 150 થી 200 રૂપિયા અને ટમેટા 6 થી 8 રૂપિયે કિલો વેચાતા ખેડૂતોમાં ભારે રોષ છે. હવામાન વિભાગની વધુ આગાહી વચ્ચે ખેડૂતો હવે સરકાર પાસે આર્થિક સહાય અને યોગ્ય ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે.




