VIDEO:રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી
રાજકોટમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી જોવા મળી હતી, જેમાં ૧૦૭ મહિલાઓ સહિત

રાજકોટમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી જોવા મળી હતી, જેમાં ૧૦૭ મહિલાઓ સહિત કુલ ૧૫૭ લોકોએ પાણીની અંદર 'એક્વા યોગા' કર્યા હતા. મ્યુઝિકલ થીમ પર આધારિત આ યોગાભ્યાસમાં સહભાગી મહિલાઓએ જણાવ્યું હતું કે, પાણીમાં યોગ કરવાથી જમીન પર મુશ્કેલ લાગતા આસનો સરળતાથી થઈ શકે છે અને તે આંતરિક-બાહ્ય રોગો દૂર કરવામાં ખૂબ જ લાભદાયી છે.




