VIDEO: પાટણ-સિદ્ધપુર APMCમાં નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી
પાટણ અને સિદ્ધપુર APMCમાં આગામી અઢી વર્ષની મુદત માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂં
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
પાટણ અને સિદ્ધપુર APMCમાં આગામી અઢી વર્ષની મુદત માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ છે. પાટણ એપીએમસીમાં સ્નેહલ પટેલની ચેરમેન તરીકે અને હરેશભાઈ મોદીની વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ભાજપના મેન્ડેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.બીજી તરફ, સિદ્ધપુર એપીએમસીમાં પણ નવી ટર્મ માટે વિષ્ણુભાઈ પટેલને ચેરમેન અને બાબુભાઈ પટેલને વાઈસ ચેરમેન તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. નવનિયુક્ત હોદ્દેદારોએ ખેડૂતોના હિતમાં કામ કરવાની અને પાકનું યોગ્ય વળતર મળે તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે.