VIDEO: રાજકોટના આણંદપર ગામમાં ભાજપની સભામાં બે મહિલાઓ બાખડી, એકબીજાના વાળ ખેંચ્યા
રાજકોટના આણંદપર (નવાગામ) ખાતે આયોજિત ભાજપની સભામાં અચાન
રાજકોટના આણંદપર (નવાગામ) ખાતે આયોજિત ભાજપની સભામાં અચાનક મામલો ગરમાતા અફરાતફરી મચી ગઈ હતી. સભા દરમિયાન બે મહિલાઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં છૂટાહાથની મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. બંને મહિલાઓએ જાહેરમાં એકબીજાના વાળ અને ચોટલા ખેંચી ધમાલ મચાવતા સભામાં વિક્ષેપ પડ્યો હતો. સ્થિતિ વણસતા ત્યાં ઉપસ્થિત લોકોએ વચ્ચે પડી માંડ-માંડ બંનેને છૂટી પાડી હતી. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના મોટા ટોળા જામ્યા હતા અને રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો હતો.




