મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ મનપાની ચૂંટણી લડી રહેલા ભાજપના 40 નેતાઓ તો ગ્રેજ્યુએટ જ નથી, કેટલાક ધોરણ 10થી પણ ઓછું ભણેલા

શિક્ષિત રાજકોટના બણગા મારતા નેતા

શિક્ષિત રાજકોટના બણગા મારતા નેતાઓ વચ્ચે રાજકોટ ભાજપના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતો જોવા જેવી છે. રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપના 72માંથી 11 ઉમેદવારો ધોરણ-12 અથવા તેના નીચેના ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, 29 ઉમેદવારોએ તો માત્ર ધોરણ-10 કે તેનાથી પણ ઓછો અભ્યાસ કર્યો છે. જોકે ધોરણ 10થી ઓછું ભણેલા 4 ઉમેદવાર છે, ત્રણ ઉમેદવારનો સાત ધોરણ સુધીનો અભ્યાસ છે, ત્રણ ઉમેદવારોનો 8 ધોરણ સુધી તો 6 ઉમેદવારો 9 ધોરણ સુધીનો અભ્યાસ છે. તો બીજી તરફ 32 ઉમેદવારો LLM , MBA ,B.COM  અને એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે.

ધોરણ 10 કે તેથી ઓછું ભણેલા ઉમેદવારો

1, મીનાબા જાડેજા ધો.4 2, અજય મજેઠીયા ધો. 10  3, નરેન્દ્ર સિંહ જાડેજા ધો.8 4, કંકુબેન ઉધરેજા ધો.7 5, ભરત લીંબાસીયા ધો.9 6,રસીલાબેન સાકરીયા ધો.10 7, સંજય ચાવડા ધો. 9 8,પૂનમબેન મોરવાડિયા ધો.10 9,અનિલ ચૌહાણ ધો.10 10, જાનકીબેન કાટોડીયા ધો.7 11, દક્ષાબેન વસાણી ધો.8 12, ભારતીબેન પાડલીયા ધો.10 13,મહેશ પીપળીયા ધો.10 14 ,કિરણબેન હરસોડા ધો.10 15, જયશ્રીબા જાડેજા ધો.10 16, સોનલબેન સેલારા ધો.10 17, અરુણાબેન આડેસરા ધો.7 18, કેતન પટેલ ઠુંમર ધો.9 19, હેતલબેન કુમારખાણીયા ધો.9 20, નિલેશ હેરભા ધો.9 21 , રાજેશ લીલા ધો.10 22, કિર્તીબા રાણા ધો.10 23, રસીલાબેન વૈષ્ણવ ધો.10 24, મૌલિક પરમાર ધો.10 25, જયાબેન હુબલ ધો.10 26, દક્ષાબેન વાઘેલા ધો.8 27, સંજય સાગઠીયા ધો.10 28, સંજય સિંહ રાણા ધો.9 29 ,પરેશ પીપળીયા ધો.10  

ધોરણ 12 સુધી ભણેલા

30, પૂજાબેન સોલંકી  31, ચંદાબેન વાળા  32, મિતલબેન લાઠીયા  33, અશ્વિન ધોરણીયા  34 ,પ્રવીણ સેગલીયા  35 , દર્શન પેંગ્યાતર  36 , વર્ષાબેન પાંધી  37 , ખ્યાતિ બેન ગોહેલ  38, દિલીપ લુણાગરિયા  39, કાળુભાઈ કુગસીયા  40 , રાજેશ્રીબેન  માલવિયા

આ સમાચાર શેર કરો