મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોધરામાં મુવાડા ગામ પાસે બે ટ્રક વચ્ચે થઈ ટક્કર, બન્નેમાં આગ લાગતા એક શખ્સ જીવતો ભડથું

ગુજરાતમાં ફરી એક વખત માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના પંચમહા

તસવીર: gstv

ગુજરાતમાં ફરી એક વખત માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના  પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ડોક્ટરના મુવાડા ગામ પાસે બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

બે ટ્રકની ધડાકાભેર અથડાતા કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો

રોંગ સાઈડથી આવી રહેલી એક ટ્રક સામેની ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રકનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. દુર્ભાગ્યવશ, ટ્રકમાં ફસાયેલ એક વ્યક્તિ બહાર નીકળી ન શકતા તે જીવતો ભડથું થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો, અને પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

રોંગ સાઈડમાં આવતી કાળમુખી ટ્રક

મળતી માહિતી મુજબ, અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો જ્યારે એક ટ્રક રોંગ સાઈડથી પૂરઝડપે આવી રહી હતી. રોંગ સાઈડથી આવતી ટ્રકે સામેથી આવતી બીજી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને ટ્રકની કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો અને કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયાની ગણતરીની મિનિટોમાં જ એક ટ્રકમાં શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.

ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંચમહાલ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો