મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરના બોર તળાવ પાસે દંપતી પર બે શખ્સોએ હુમલો કર્યો, લૂંટીને થયા ફરાર

ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં ઈસ્કોન-કાળીયાબીડ રોડ પર મોડી રાત્રે યાદ

ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં ઈસ્કોન-કાળીયાબીડ રોડ પર મોડી રાત્રે  યાદવ મંદીપસિંહ પોતાની મંગેતર સાથે વોકિંગ કરતા કરતા વાતચીત કરી રહ્યો હતો, ત્યારે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી,

લૂંટારુઓએ છરી બતાવી પૈસાની માંગણી કરી હતી

લૂંટારુઓએ છરી બતાવી પૈસાની માંગણી કરી હતી અને જ્યારે યુવતીએ વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવાનને છરીનો ઘા ઝીંકી દીધો હતો, આ શખ્સો આશરે 8 થી 10 હજારની રોકડ, મોબાઈલ અને પર્સ લઈને ફરાર થઈ ગયા હતા, ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો