મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢના પ્લાસાવ ગામમાં જમણવારના પ્રસંગમાં બે સિંહણો આવી ચઢી, માંડવા નીચે આંટાફેરા માર્યા

જૂનાગઢ નજીક આવેલા પ્લાસવા ગામે એક પ્રસંગના જમણવારમાં બે સિંહણો આવી ચડતા લોકોના જીવ

તસવીર: GSTV

જૂનાગઢ નજીક આવેલા પ્લાસવા ગામે એક પ્રસંગના જમણવારમાં બે સિંહણો આવી ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મોડી રાત્રે જ્યારે મહેમાનોની વિદાય બાદ માંડવા નીચે જમણવારની તૈયારીઓ અને ખાલી ટેબલો હતા, ત્યારે ખોરાકની શોધમાં બે સિંહણો અચાનક માંડવા નીચે આંટાફેરા કરતી નજરે પડી હતી.

સિંહણો શાંતિથી જંગલ તરફ પરત ફરી

સદનસીબે તે સમયે ત્યાં કોઈ માણસ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી અને અફરાતફરી મચી ન હતી. લાંબો સમય ભોજનની શોધ કર્યા બાદ કંઈ ન મળતા બંને સિંહણો શાંતિથી જંગલ તરફ પરત ફરી હતી. વનરાજાના આ શાહી આગમનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો