મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી: હાઈવે પર એકસાથે 11 સિંહો ઉતરી આવતા વાહનચાલકો થંભી ગયા, ધારી પાસે સિંહોના રોડ ક્રોસિંગનો VIDEO Viral

VIDEO Viral: એશિયાટિક સિંહોન

VIDEO Viral: એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં આજે સિંહોના જૂથની એક અદભુત ઝલક જોવા મળી હતી. ધારી-અમરેલી સ્ટેટ હાઈવે પર છતડિયા ગામ નજીક એકસાથે 11 સિંહોનું ટોળું રોડ પર ઉતરી આવતા વાહનચાલકોમાં કુતૂહલ અને આશ્ચર્ય ફેલાયું હતું.

સામાન્ય રીતે રાત્રિના સમયે સિંહોની અવરજવર જોવા મળતી હોય છે, પરંતુ અહીં દિવસે 11 સિંહો એકસાથે માર્ગ ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે ધારી ગીર વનવિભાગના કર્મચારીઓએ તાકીદે પગલાં લેતા હાઈવે પરના વાહનોને બંને તરફ થંભાવી દીધા હતા. વનવિભાગના કર્મીઓએ સુરક્ષિત રીતે સિંહોને માર્ગ ક્રોસ કરવામાં સહાય કરી હતી. તાજેતરમાં રેલવે કે માર્ગ અકસ્માતમાં સિંહોના મોતના બનાવો વધ્યા છે, ત્યારે વનવિભાગની આ તત્પરતા અને કાબિલેદાદ કામગીરીને કારણે 11 વનરાજો સુરક્ષિત રીતે જંગલ તરફ રવાના થયા હતા. સિંહોના આ જૂથના રોડ ક્રોસિંગનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો