મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોધરા રેલવે સ્ટેશન પરથી 18.61 લાખના વિદેશી ચલણ સાથે મહિલા સહિત બે ઝડપાયા

પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન પરથી લાખો રૂપિયાનું

પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન પરથી લાખો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ઝડપાયું છે. બાતમીના આધારે પોલીસે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા એક મહિલા અને પુરુષની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી. બંનેની ઝીણવટભરી તપાસ દરમિયાન તેમની પાસેથી 19 હજાર 800 યુએસ ડોલર મળી આવ્યા હતા, જેની ભારતીય કિંમત અંદાજે 18.61 લાખ રૂપિયા જેટલી થાય છે.આટલી મોટી રકમમાં વિદેશી ચલણ હોવા છતાં, બંને આરોપીઓ આ અંગે કોઈ પણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. પોલીસે બંનેના પાસપોર્ટ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ગોધરા બી-ડિવિઝન પોલીસ દ્વારા આ વિદેશી ચલણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તે કોને પહોંચાડવાનું હતું, તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો