મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના શાહિબાગમાં સોસાયટીના રસ્તાને લઈને બે જૂથો બાખડ્યા, એક શખ્સ ઈજાગ્રસ્ત

અમદાવાદની શાહીબાગ વિસ્તારની મનહર સોસાયટીમાં બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. જેમાં બે જૂથ

અમદાવાદની શાહીબાગ વિસ્તારની મનહર સોસાયટીમાં બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. જેમાં બે જૂથ વચ્ચ સામ સામે આવી જતા સમગ્ર મામલો બગડ્યો હતો. બન્ને જુથ વચ્ચે છુટા હાથની મારામારી સર્જાઈ હતી.

બન્ને જૂથો બાખડ્યા 

પ્રાથમિક માહિતી અનુસાર સોસાયટીના રસ્તાને લઈને બન્ને જૂથો બાખડ્યા હતા. મારામારી કરતા અમુક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.  એશિયાની મોટી સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી મનહર સોસાયટીમાં સામાન્ય બાબતનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં સ્થાનિક ઈજાગ્રસ્ત થયો હતો. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો