મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં વીજ કરંટથી બે કર્મચારીઓ ગંભીર

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એક અત્યંત ચકચારી અને ભયાન

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એક અત્યંત ચકચારી અને ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં એક કારખાનામાં કામ કરી રહેલા બે કર્મચારીઓ અચાનક જોરદાર વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. આ કરંટ એટલો પ્રચંડ અને ભયાનક હતો કે વીજ બ્લાસ્ટના કારણે કારખાનાના ભોંયતળિયાની લાદીઓ પણ ઉખડીને હવામાં ફંગોળાઈ ગઈ હતી. કરંટ લાગવાના કારણે બંને શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં અને બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ બંનેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર દુર્ઘટનાની જાણ થતાં જ DGVCL ની ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને શોર્ટ સર્કિટ થવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વીજ લાઇનનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો