મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાપીના બલિઠા હાઈવે પર ભયાનક અકસ્માત, કન્ટેનરે કારને મારી ટક્કર

વલસાડ જિલ્લાના વાપીમાં નેશનલ હાઈવે ૪૮ પર અકસ્માતની ઘટના સામે આવી છે. બલિઠા નજીક સર્વ

વલસાડ જિલ્લાના વાપીમાં નેશનલ હાઈવે ૪૮ પર અકસ્માતની ઘટના સામે આવી છે. બલિઠા નજીક સર્વિસ રોડ પરથી હાઈવે પર ચઢવા જતી કારને પુરઝડપે આવતા એક કન્ટેનરે અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર થોડે સુધી ઘસડાઈ હતી અને અંતે ઓવરબ્રિજના ડિવાઈડર પર લટકી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. સમગ્ર ઘટનાના હૃદયદ્રાવક દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે, જે જોઈને લોકોના રૂંવાડા ઉભા થઈ જાય તેમ છે. બનાવની જાણ થતા જ વાપી ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો