VIDEO: ચોટીલા-અમદાવાદ હાઈવે પર મઘરીખડા પાસે અકસ્માતમાં બેના ઘટનાસ્થળ પર મોત, કારના પરખચ્ચા ઉડી ગયા હતા
રાજ્યમાં ભયાનક અકસ્માતની દ

રાજ્યમાં ભયાનક અકસ્માતની દુર્ઘટનામાં સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે ચોટીલા-અમદાવાદ હાઈવે પર મઘરીખડા પાસે અકસ્માતમા બે લોકોના મોત થયા હતા.પૂરપાટ ઝડપે આવતી કાર અને પીકઅપ વાન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક મહિલા અને પુરુષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
કાર રોડથી 70 ફૂટ દૂર ફંગોળાઈ ગઈ
અકસ્માત એટલો ભયાનક હતો કે કાર રોડથી 70 ફૂટ દૂર ફંગોળાઈ ગઈ હતી .પ્રાથમિક અનુમાન મુજબ, હાઈવે પરનું 'ખુલ્લું ડિવાઈડર' આ મોતનું કારણ બન્યું છે, જ્યાંથી ટર્ન લેતી વખતે પીકઅપ વાન કાર સાથે ભટકાઈ હતી. દુર્ઘટનામાં એક માસૂમ બાળક અને ડ્રાઈવરની હાલત ગંભીર હોવાથી તેમને રાજકોટ રિફર કરાયા છે. ચોટીલા પોલીસે મૃતદેહોને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.




