VIDEO: દાહોદના ખંગેલા ગામે આદિવાસીઓની આસ્થાનો મેળો યોજાયો, હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું
હોળીના પર્વ બાદ ધૂળેટીના દિવસે દાહોદના ખંગેલા ગામે આદિવાસી સંસ્કૃતિની ઝલક સમાન બાબા ગળ દેવનો મેળો


હોળીના પર્વ બાદ ધૂળેટીના દિવસે દાહોદના ખંગેલા ગામે આદિવાસી સંસ્કૃતિની ઝલક સમાન બાબા ગળ દેવનો મેળો ભરાયો હતો. ૧૦૦ વર્ષ જૂની આ પરંપરામાં શ્રદ્ધાળુઓ ૪૦ ફૂટ ઊંચા લાકડા પર લટકીને અનોખી રીતે પોતાની માનતા પૂર્ણ કરે છે.
મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું
ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે યોજાતા આ મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ઢોલ-નગારાના તાલે આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત પોશાકમાં આસ્થાભેર પૂજા-અર્ચના કરી હતી.
હોળીના બીજા દિવસે એટલે કે, ધુળેટીના દિવસે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલા દાહોદના ખંગેલા ગામે ભરાતા આ બાબા ગળ દેવના મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે.ઢોલ ઢમકે આવેલા શ્રદ્ધાળુઓ અને માનતા પૂરી થનાર વ્યક્તિઓ ના હાથ પગમાં હલ્દી, માથે સાફો અને સફેદ ધોતી સહિતના કપડા પહેરી વિસ્તારના લોકો સહિત ઢોલ નગારા સાથે અહીં આવતા હોય છે.
દાહોદના ખંગેલા ગામે આદિવાસીઓની આસ્થાનો મેળો
ત્યારબાદ આ દેવસ્થાન ઉપર 30 થી 40 ફૂટ ઉપર ચડી અહીં આડુ લાકડું બાંધવામાં આવતું હોય છે, જેમાં બાધા રાખનારને બાંધતા હોય છે અને દોરડા વડે ગોળ રાઉન્ડ ફેરવ્યા બાદ બાબા ગળ દેવની પૂજા વિધિ કરી તેઓ પોતાની માનતા પુરી કરતા હોય છે એક બાદ એક તમામ માનતા પુરી થનાર યુવકો અહીં આવતા હોય છેત્રણ માનતા રાખનાર વ્યક્તિને 3- 5 જેટલી પરિક્રમા કરાવવામાં આવતી હોય છે અને તેઓની માનતા માનવામાં આવતી હોય છે બાદ તેમને નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે.




