VIDEO: બનાસકાંઠાના ડીસામાં રોડ-રસ્તાની સમસ્યાથી વેપારીઓ અને વિદ્યાર્થીઓને હાલાકી
VIDEO: બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં રોડ-રસ્તાની સમસ્યા વર્ષો પછી પણ યથાવત રહ
VIDEO: બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં રોડ-રસ્તાની સમસ્યા વર્ષો પછી પણ યથાવત રહી છે. ગાંધીચોકથી લઈને રિસાલા ચોક સુધી તેમજ શાળા વિસ્તારના રસ્તા પર હાલાકી એટલી વધી ગઈ છે કે, વેપારીઓ સાથે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જો આ સમસ્યાનો તાત્કાલિક કાયમી ઉકેલ નહીં આવે તો વેપારીઓ ભારે વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
બનાસકાંઠાના ડીસા શહેરના ગાંધીચોકથી રિસાલા ચોક અને કન્યા કેળવણી તથા બ્રાન્ચ બે શાળાની વચ્ચેનો રોડ સૌ કોઈ માટે જોખમી બની ગયો છે. છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી રોડ બનાવવા કોન્ટ્રાક્ટ અપાયા હોવા છતાં કોન્ટ્રાક્ટ મુજબનું કામ થતું નથી. રોડ પર માત્ર પથ્થરો નાખીને બનાવટ રોડ બતાવવામાં આવે છે, જેના કારણે શાળાએ આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવે છે, જ્યારે વેપારીઓને ધંધામાં ભારે હાલાકી પડે છે. માલ-સામાન ભરેલી ગાડીઓ ખરાબ રસ્તાના કારણે અંદર પ્રવેશ જ કરી શકતી નથી.




