VIDEO: સુરતમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ: નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી, તંત્ર એલર્ટ
સુરત શહેરમાં મોડી રાતથી હવામાનમાં અચાનક પલટો આવ્યો છે..ઉધના,


સુરત શહેરમાં મોડી રાતથી હવામાનમાં અચાનક પલટો આવ્યો છે..ઉધના, પાંડેસરા, લિંબાયત, સચિન અને વરાછા સહિતના નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાવવાની શરૂઆત થઈ...લાંબા સમયના ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ આ મેઘમહેર થતાં નાગરિકોને મોટી રાહત મળી છે. જોકે, વહેલી સવારના નોકરિયાત વર્ગ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જનજીવન પ્રભાવિત થાય તે પહેલાં જ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.




