મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભનો આજે પાંચમો દિવસ

ગુજરાતના શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભનો આજે પાંચમો દિવસ છે. ચોથો

ગુજરાતના શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહાકુંભનો આજે પાંચમો દિવસ છે. ચોથો દિવસ નિર્વિઘ્ને પૂર્ણ થયો હતો, જેમાં છેલ્લા 24 કલાકમાં 7 લાખ 43 હજાર 815 ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. અત્યાર સુધીમાં કુલ 24 લાખ ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે. મહામેળાની આવક પણ 1.5 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જે ભંડાર કેન્દ્રોમાં નોંધાઈ છે.અંબાજીના તમામ માર્ગો ભક્તોની ભારે ભીડથી ઉભરાઈ રહ્યા છે. મંદિર અને આસપાસનો વિસ્તાર ભક્તિમય માહોલથી છવાયો છે. મહામેળાને લઈ મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ સમાચાર શેર કરો