VIDEO: જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો ત્રીજો દિવસ
મોરબીના જેતપર ગામે ખાનગી વિજપોલ કંપનીની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પોતાની પડતર

મોરબીના જેતપર ગામે ખાનગી વિજપોલ કંપનીની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પોતાની પડતર માંગણીઓ માટે ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા આમરણાંત ઉપવાસ આજે ત્રીજા દિવસે પણ યથાવત છે. હાલ 6 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે, જ્યારે ગત દિવસે 426 ખેડૂતોએ પ્રતીક ઉપવાસ કરીને સમર્થન આપ્યું હતું.ખેડૂતોની મુખ્ય માંગ છે કે પરિપત્રને બદલે કાયદાકીય જોગવાઈ મુજબ વળતર મળે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ પેમેન્ટ એડવાન્સમાં ચૂકવવામાં આવે. આ આંદોલનને જુનાગઢ, સુરેન્દ્રનગર, દ્વારકા અને કચ્છ સહિતના જિલ્લાઓમાંથી પણ ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે…




