VIDEO: સુરતના અલથાણ ખાતે રાજલક્ષ્મી પ્રોજેક્ટ મામલે હવે રાજ્ય સરકાર સક્રિય, બેદરકાર બિલ્ડરોમાં ફફડાટ
સુરતના અલથાણ ખાતે રાજલક્ષ્મી પ્રોજેક્ટ મામલે હવે રાજ્ય સ
સુરતના અલથાણ ખાતે રાજલક્ષ્મી પ્રોજેક્ટ મામલે હવે રાજ્ય સરકાર સક્રિય થઈ છે. CM કાર્યાલયથી અહેવાલ મંગાવાતા પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પાલિકા કમિશનરે 400 પરિવારો બેઘર થવા મુદ્દે બિલ્ડર અને સ્ટ્રક્ચર એન્જિનિયર જલીલ શેખને જાહેરમાં તતડાવ્યા હતા.
કમિશનરે કડક શબ્દોમાં પૂછ્યું કે,આટલા પરિવારો બેઘર થયા તો તમે શું કર્યું?
કમિશનરે કડક શબ્દોમાં પૂછ્યું કે,આટલા પરિવારો બેઘર થયા તો તમે શું કર્યું? બિલ્ડરો દ્વારા અપાયેલા ગોળગોળ જવાબો વચ્ચે કમિશનરે સવાર સુધીમાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવા અલ્ટીમેટમ આપ્યું છે. તંત્રની આ આક્રમક કાર્યવાહીથી બેદરકાર બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.




