Video: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદના વિરામ બાદ પણ સ્થિતિ યથાવત, ખેડૂતોની હાલત બની કફોડી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદના એક અઠવાડિયા પછી પણ વા
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદના એક અઠવાડિયા પછી પણ વાવ, સુઇગામ, મોરીખા, માડકા, ભરડવા, ડોડગામ, નાગલા અને ખાનપુર જેવા ગામડાઓમાં પાણી ભરવાની સ્થિતિ યથાવત છે. ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ ઊંડા પાણી ભરાયેલા છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી આવ્યું હતું. મોરીખા માડકા ભરડવા સુઇગામ સહિત ગામોમાં આજે પણ ઘરોમાં પાણી યથાવત છે, રોડ રસ્તા ખરાબ થવાથી મદદ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોનું ડેલીગેશન અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. થરાદ તાલુકાના ખાનપુર, ડોડગામ, વાવ, મોરીખા, માડકા, સુઇગામ જેવા ગામોમાં પહોંચીને તેઓ ખેડૂતો અને ગ્રામીણોની પીડા સાંભળશે. ડેલીગેશન સરકારને રજૂઆત કરીને તાત્કાલિક રાહતની માંગ કરશે.




