મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છરછોડાના ASI સાથે આરોપીઓએ કરી હતી ઝપાઝપી, મહિલા સહિત 6ની સામે નોઁધાયો ગુનો

રાજ્યના દાહોદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં દાહોદના ગરબાડા તાલુકાના છરછોડા ગામે પ

રાજ્યના દાહોદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  દાહોદના ગરબાડા તાલુકાના છરછોડા ગામે પ્રોહિબિશનના દરોડા દરમિયાન પોલીસ પર હુમલો થયો. હતો જેસાવાડા પોલીસ મથકની ટીમ પર મહિલાઓ સહિત છ લોકોએ હુમલો કર્યો હતો.

આ હુમલામાં એ.એસ.આઇ. સિરાજ અબ્દુલ્લા શેખને ઈજા પહોંચી

  આ હુમલામાં એ.એસ.આઇ. સિરાજ અબ્દુલ્લા શેખને ઈજા પહોંચી હતી. દરોડા દરમિયાન 16 હજાર 546 કિંમતની 51 બોટલ વિદેશી દારૂ કબજે કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને, શર્ટનું કોલર ફાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મળતા અહેવાલ પ્રમાણે  મહિલા સહિત છ આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધાયો છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો