video: ભ્રષ્ટાચારના ખાડા ગણાવી સ્થાનિકોનો નારિયેળ વધેરી પ્રતિકાત્મક વિરોધ
વડોદરા શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્ય

વડોદરા શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. બિલ, કલાલી અને અટલાદરા વિસ્તારમાં રસ્તાઓ પર ખાડા અને પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન બન્યા છે. સ્થાનિકોએ પાલિકાની કામગીરીનો વિરોધ કરતા રસ્તા પર પડેલા ખાડાને “ભ્રષ્ટાચારના ખાડા” ગણાવી નારિયેળ વધેરી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. રહીશોના આક્ષેપ મુજબ, તાજેતરમાં નાખવામાં આવેલી ગટર લાઈન પણ એક જ વરસાદમાં ધોવાઈ જતા ચરી બેસી ગઈ છે. જેના કારણે શાળાએ જતા બાળકો અને વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઉભો થયો છે. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે તંત્ર પાસે તાત્કાલિક સુધારાત્મક પગલાં ભરવાની માંગ કરી છે.




