મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લખનૌ અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર એક્શન મોડમાં

લખનૌ અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મ

લખનૌ અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સુરત શહેરના તમામ ઝોનમાં ફાયર વિભાગ દ્વારા શાળાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન એક્ઝિટ ગેટ, ફાયર સેફ્ટી સાધનો, એલાર્મ સિસ્ટમ અને ઇમરજન્સી વ્યવસ્થાની તપાસ કરવામાં આવી હતી. વેસુ વિસ્તારની શાળાઓમાં પણ ફાયર અધિકારીઓએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો