Video/ અંબાજી મંદિરની હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષોએ લીધી મુલાકાત, દેશની સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આજે હરિયાણા અને મહારાષ્ટ્ર રાજ્યના
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આજે હરિયાણા અને મહારાષ્ટ્ર રાજ્યના વિધાનસભા અધ્યક્ષોએ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. બંને આગેવાનોના આગમન સમયે મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, વિધાનસભા અધ્યક્ષો સર્કિટ હાઉસથી શક્તિ દ્વાર મારફતે અંબાજી મંદિર પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી સમાજના પરંપરાગત નૃત્ય દ્વારા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું.
અંબાજી મંદિરમાં પહોંચ્યા બાદ તેમણે માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. સાથે જ વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની પણ પૂજા કરવામાં આવી હતી. બાદમાં તેમણે સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ દર્શન કરીને આધ્યાત્મિક અનુભૂતિ વ્યક્ત કરી હતી.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે ગુજરાત અને ભારત દેશના વિકાસ તથા સાંસ્કૃતિક સમૃદ્ધિના વખાણ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો તથા સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા.






