VIDEO: રૂખડીયાપરા વિસ્તારમાંથી SOG ટીમે 16 કિલો ગાંજા સાથે 4 શખ્સોને દબોચ્યા
રાજકોટમાં SOGએ સતત બીજા દિવસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. રાજકોટના&nb
રાજકોટમાં SOGએ સતત બીજા દિવસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. રાજકોટના રૂખડીયાપરા વિસ્તારમાંથી SOG ટીમે 16 કિલો ગાંજાનો જથ્થો દબોચ્યો છે. જેની કિંમત રૂ. 1.62 લાખ છે. SOGએ જથ્થા સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ અભય અદાણી, અસલમ શેખ, કિરણ નાયડુ અને કરણ અઠવલે તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અસલમ શેખ અને કરણ અઠવલે અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે અને તેઓ પોલીસ રેકોર્ડમાં નોંધાયેલા છે. આ ઘટના સંદર્ભે પ્રદ્યુમનનગર પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.



