VIDEO: SOGએ રાજકોટમાંથી વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બે શખ્સોની કરી ધરપકડ
રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. SOGએ એમ્બરગ્રીસ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.  
રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. SOGએ એમ્બરગ્રીસ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી)ને વેચવા માટે બે શખ્સો રાજકોટમાં નીકળ્યા હતા.
સુમિત ધુમલ અને મયુર ભાવસારનામના બે શખ્સો ઝડપાયા
બન્નેની શખ્સોની ઓળખ સુમિત ધુમલ અને મયુર ભાવસાર તરીકે થઈ છે. આ બન્ને શખ્સો અમદાવાદના રહેવાસી છે. તો બીજી તરફ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સો પાસેથી SOGએ 462 ગ્રામ એમ્બર ગ્રીસના જથ્થા સાથે 46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.



