મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠા જિલ્લામાં બટાકા વાવેતરના શ્રી ગણેશ, ખેડૂતોએ દેવા માફીની લગાવી સરકાર પાસે આશા

VIDEO: ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં શિય

VIDEO: ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરના શ્રી ગણેશ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાના પાકનું વાવેતર શરૂ થતાં ખેડૂતોમાં નવી આશા દેખાઈ છે, પરંતુ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન બાદ ખેડૂતો હવે સહાય નહીં, દેવા માફીની માંગ સાથે સરકાર તરફ અમારી માંગ ક્યારે સ્વીકારાશે તેવી મીટ માંડી છે.

  ગુજરાતભરમાં હાલ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર શરૂ કરી ચૂક્યા છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં દર વર્ષે મોટા પાયે બટાકાનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે વાવેતર કર્યા બાદ કમોસમી વરસાદ ખાબકતાં બટાકાના પાકમાં પણ જિલ્લાના 30 ટકા જેટલા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. લણણી પામી રહેલી મગફળીમાં નુકસાન તો થયું જ, સાથે જ મોંઘા ખાતર અને બિયારણનો બટાકા વાવેતર સમયે કરેલ ખર્ચ માથે ચડ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ચોમાસામાં થયેલા પાક નુકસાન માટે જાહેર કરાયેલ 10 હજાર કરોડના સહાય પેકેજ અંગે જિલ્લાના ખેડૂતો કહે છે કે, આટલામાં તો બિયારણ-ખાતરની એક થેલી પણ નથી આવતી. એવા સમયમાં સરકાર પાસે ગુજરાતનો દરેક ખેડૂત દેવા માફીની માગ કરે છે.

હાલ ખેડૂતો ફરી એકવાર શિયાળુ પાકના વાવેતરમાં લાગી ગયા છે. પરંતુ દિલમાં એક જ પ્રાર્થના કે, ફરી વરસાદ ન પડે અને પાક સારો આવે. ખેડૂતોનો વિશ્વાસ છે કે, જો સરકાર દેવા માફ ન કરે તો આવનારી 2027ની ચૂંટણીમાં તેનું પ્રતિબિંબ ચોક્કસ દેખાશે.

આ સમાચાર શેર કરો