મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ સુરતમાં સહસ્ત્ર કોટીલિંગમ મંદિરમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી, શિવલિંગ પર 1000 લિટર દૂધનો અભિષેક

આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે સુરત શહેર શિવભક્તિના રંગે રંગાયું છ

આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે સુરત શહેર શિવભક્તિના રંગે રંગાયું છે. શહેરના પાલ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ સહસ્ત્ર કોટીલિંગમ મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તોએ 'હર હર મહાદેવ'ના નાદ સાથે સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું.

1000 લિટર ગાયના દૂધનો અભિષેક

આ વર્ષે શિવરાત્રી નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પવિત્ર શિવલિંગ પર 1000 લિટર ગાયના શુદ્ધ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને ભક્તો ભાવવિભોર બન્યા હતા. શિવાલયમાં દૂધની ધારાઓ વચ્ચે પૂજા-અર્ચના કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ભક્ત લતાબેન રૂપારેલીયાએ જણાવ્યું કે, "મંદિરનું વાતાવરણ ખૂબ જ આનંદમય છે. શિવલિંગ પર દૂધ ચડાવીને અને દર્શન કરીને મનને અનોખી શાંતિ મળી છે." ભક્તોની લાંબી કતારોને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો