મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ ખોખરા વિસ્તારમાં AMTS બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગાયત્રી ડેરી નજીક AMTS બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્મા

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગાયત્રી ડેરી નજીક AMTS બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સરખેજ ગામથી ચિનુભાઈનગર જતી રૂટ નંબર 150ની AMTS બસે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતમાં આશરે 40 વર્ષીય અજાણ્યા યુવકના બંને પગ પર બસનું ટાયર ફરી વળતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. અકસ્માત બાદ બસના ડ્રાઈવર અને કંડક્ટરે સ્થળ પર રહી ઈજાગ્રસ્તને મદદરૂપ બનતા માનવતા દર્શાવી હતી.

આ સમાચાર શેર કરો