Video/ વડોદરામાં જે.પી. નડ્ડાના ઉદબોધન દરમિયાન અચાનક સિક્યુરિટી કમાન્ડો ઢળી પડ્યો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના વડોદરા પ્રવાસ દરમિયાન એક અણધા
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના વડોદરા પ્રવાસ દરમિયાન એક અણધારી ઘટના બની હતી. વડોદરામાં 'સરદાર યુનિટી માર્ચ' પ્રવેશતા તેને આવકારવા માટે જે.પી. નડ્ડા વડોદરા આવ્યા હતા, જ્યાં તેમના ઉદબોધન સમયે સુરક્ષામાં તૈનાત એક કમાન્ડો અચાનક ઢળી પડ્યો હતો.
ઉદબોધન સમયે બની ઘટના
આ ઘટના વડોદરાના અટલાદરા ખાતે બની હતી. જે.પી. નડ્ડા ચાલુ ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન જ તેમની સુરક્ષામાં તૈનાત કમાન્ડો અચાનક ઢળી પડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ઢળી પડેલો કમાન્ડો ઝેડ પ્લસ (Z Plus) સિક્યુરિટીમાં તૈનાત હતો. કમાન્ડો ઢળી પડતાં જ ત્યાં હાજર રહેલા સાથી સુરક્ષાકર્મીઓ તુરંત દોડી આવ્યા હતા. ઝડપથી કાર્યવાહી કરીને અન્ય કમાન્ડો અને સુરક્ષાકર્મીઓ તેને સલામત સ્થળે લઈ ગયા હતા અને જરૂરી સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, આ ઘટના બાદ પણ જે.પી. નડ્ડાએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું.






