મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાલ: ડમ્પિંગ સાઈટ પર સુઈ જઈ કર્યો વિરોધ

જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ લાંબા સમયથી પડતર માંગણીઓના ઉકેલ ન આવ

જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ લાંબા સમયથી પડતર માંગણીઓના ઉકેલ ન આવતાં આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. કર્મચારીઓએ મહાનગરપાલિકા પર અન્યાયનો આરોપ લગાવ્યો છે, જેમાં કાયમી કર્મચારીઓના વારસદારોને નોકરી, ફિક્સ પગારદારોને કાયમી કરવા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી, સખી મંડળોને ફિક્સ કર્મચારી તરીકે સામેલ કરવા અને પેન્શન જેવી માંગણીઓનો સમાવેશ થાય છે. 

આજે સવારે હાજિયાણી બાગ ખાતે આવેલી ડમ્પિંગ સાઈટ પર મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ સફાઈ કર્મચારીઓ એકઠા થયા અને ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા જતા વાહનોને રોકી દીધા. કર્મચારીઓએ રસ્તા પર આડા સૂઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો, જેના કારણે શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા ઘટનાસ્થળે હાજરી આપી હતી. 

આ હડતાલથી શહેરમાં કચરો એકઠો થવાની શક્યતા છે, જેનાથી આરોગ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે. સફાઈ કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. 

આ સમાચાર શેર કરો