મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો, ઉનાળા પહેલા જ કંજક્ટિવાઈટીસનો કહેર, જાણો શું કહે છે નિષ્ણાતો

VIDEO: સામાન્ય રીતે આપણે જોઈએ છી

VIDEO: સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કંજક્ટિવાઈટીસ અથવા ‘આંખ આવવી’એ ઉનાળાની ઋતુની બીમારી માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેક્નોલૉજી અને બદલાતા ક્લાઈમેટની અસરો વચ્ચે આરોગ્ય ક્ષેત્રે એક ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અમદાવાદની પ્રતિષ્ઠિત એમ એન્ડ જે આઈ હોસ્પિટલ (સિવિલ કેમ્પસ)માં કંજક્ટિવાઈટીસના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

નવેમ્બરથી સતત વધતા કેસ
આશ્ચર્યજનક વાત એ છે કે, આ વર્ષે માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ છેક નવેમ્બર મહિનાથી કંજક્ટિવાઈટીસના કેસ સતત સામે આવી રહ્યા છે. શિયાળો વીત્યા બાદ પણ આ કેસોમાં ઘટાડો થવાને બદલે સતત વધારો જોવા મળી રહ્યો છે, જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય છે.

કેવી રીતે ફેલાય છે આ બીમારી?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કંજક્ટિવાઈટીસ એ ચેપી રોગ છે જે મુખ્યત્વે દર્દીની આંખોના સ્પર્શથી અથવા સંક્રમિત વ્યક્તિએ વાપરેલી વસ્તુઓ (જેમ કે રૂમાલ, ચશ્મા કે ટુવાલ)ના ઉપયોગથી ફેલાય છે. આ બીમારીના ફેલાવા પાછળનું સૌથી મોટું અને મહત્ત્વનું કારણ 'હાઈજિનનો અભાવ' છે. હાથ ધોયા વગર આંખોને વારંવાર અડકવાથી આ વાયરસ ઝડપથી પ્રસરતો હોય છે.

આ સમાચાર શેર કરો