મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં લાઈવ શોના નામે રૂ. 1.41 કરોડની છેતરપિંડી

સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા ઇવેન્ટ મેનેજમેન્ટના વેપારી સાથે ૧.૪૧ કરોડથી વધુની છેતરપિંડીનો ક

સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા ઇવેન્ટ મેનેજમેન્ટના વેપારી સાથે ૧.૪૧ કરોડથી વધુની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈની બે કંપનીના ડિરેક્ટર્સ અનિંદા સીલ અને અનંતકુમાર ગુપ્તાએ અરજીત સિંઘ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ કોન્સર્ટ યોજી આપવાના બહાને વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ બોલીવુડ હસ્તીઓ સાથેના ફોટા બતાવી વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ અલગ-અલગ બહાને ટુકડે-ટુકડે મોટી રકમ મેળવી લીધી હતી.આરોપીઓએ જીએસટી નંબર બ્લોક હોવા છતાં ખોટા બિલ આપ્યા હતા. નાણાં પરત માંગતા આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ઉત્રાણ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો