VIDEO:અમદાવાદ ના બોડકદેવના રિયલ એસ્ટેટ એજન્ટ સાથે ૧.૫૦ કરોડની ડિજિટલ લૂંટ, કોમ્પ્યુટર હેક કરી છેતરપિંડી
અમદાવાદના બોડકદેવમાં રિયલ એસ્ટેટ એજન્ટ

અમદાવાદના બોડકદેવમાં રિયલ એસ્ટેટ એજન્ટ પ્રવિણ બવાડિયા સાથે સાયબર ગઠિયાઓએ ચોંકાવનારી ૧.૫૦ કરોડની ડિજિટલ લૂંટ આચરી છે. ગઠિયાઓએ એક 'ઝિપ ફાઈલ' મોકલી વેપારીના કોમ્પ્યુટરનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો.ત્યારબાદ ગઠિયાએ વોટ્સએપ પર ફરિયાદીના ફોટાનો જ ડીપી રાખીને તેમના એકાઉન્ટન્ટને મેસેજ કર્યો અને માલિક હોવાનું નાટક કરી પૈસા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. એકાઉન્ટન્ટ પણ છેતરાઈ ગયો અને લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ તેજ બની છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, RBI કે અન્ય સંસ્થાના નામે વોટ્સએપ પર આવતી કોઈ પણ અજાણી ઝિપ ફાઈલ ક્યારેય ડાઉનલોડ ન કરવી.




