VIDEO : અમદાવાદ: સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી નવો બનાવવાનો નિષ્ણાતોનો અભિપ્રાય
અમદાવાદના સુભાષ બ્રિજના પુનર્નિર્માણ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર

અમદાવાદના સુભાષ બ્રિજના પુનર્નિર્માણ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જૂના અને નવા સ્ટ્રક્ચરને જોડીને બ્રિજ બનાવવામાં આવે તો તેનો ટકાઉ સમય ઓછું થઈ શકે છે. નિષ્ણાતોનો અભિપ્રાય છે કે સંપૂર્ણ બ્રિજ તોડીને નવો બનાવવામાં આવે તો તે લાંબા સમય સુધી ટકાઉ રહેશે. જૂના પિલરને દૂર કરીને નવો બ્રિજ બનાવવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં કોસ્ટિંગ અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને વિચારણા ચાલી રહી છે. આગામી દિવસોમાં આ અંગે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.




