VIDEO:અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેસ્ક્યુ કરાયેલા ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલા ૨૭ બાળકોને હર્ષ સંઘવી શાળા પ્રવેશોત્સવ કરાવી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડ્યા
અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ નાબૂદી અને બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા સેલની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રસ્તા પર ભીખ માંગતા ૨૭ જેટલા માસૂમ બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. હવે આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે..ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત થયેલા બાળકોનો વિધિવત રીતે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. સરકારના આ સરાહનીય પગલાથી રસ્તા પર ભટકતા બાળકો હવે અંધકારમાંથી બહાર આવીને શાળામાં

અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ નાબૂદી અને બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા સેલની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રસ્તા પર ભીખ માંગતા ૨૭ જેટલા માસૂમ બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. હવે આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે..ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત થયેલા બાળકોનો વિધિવત રીતે શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. સરકારના આ સરાહનીય પગલાથી રસ્તા પર ભટકતા બાળકો હવે અંધકારમાંથી બહાર આવીને શાળામાં અક્ષરજ્ઞાન મેળવી શકશે.




