VIDEO: વડોદરામાં રોમિયોની ખેર નથી: છેડતી કરનાર યુવકની જાહેરમાં ધોલાઈ
વડોદરાના ન્યુ VIP રોડ ખોડીયાર નગર વિસ્તારમાં વિદ્યાર્થીનીની છેડતીનો મામલો


વડોદરાના ન્યુ VIP રોડ ખોડીયાર નગર વિસ્તારમાં વિદ્યાર્થીનીની છેડતીનો મામલો સામે આવ્યો છે. આક્ષેપ મુજબ એક યુવક છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીનીનો પીછો કરી તેને હેરાન કરતો હતો. સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ પરિવારજનોને કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોએ યુવકને પકડી જાહેરમાં મેથીપાક આપ્યો હતો, જ્યારે રાહદારીઓએ પણ રોમિયી પર હાથ સાફ કર્યા હતા. બનાવને પગલે વિસ્તારમાં લોકોના ટોળા ઉમટ્યા હતા. બાદમાં યુવકને બાપોદ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે.



