Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : These 2 actors did not take any fee for Shahid Kapoor's film 'O Romeo'

શાહિદ કપૂરની ફિલ્મ 'ઓ રોમિયો' માટે આ 2 દિગ્ગજ કલાકારોએ ન લીધી ફી, જાણો કેમ

Timeછેલ્લું અપડેટ : 11 Feb 2026
લાઇવ ટીવીGoogle News
શાહિદ કપૂરની ફિલ્મ 'ઓ રોમિયો' માટે આ 2 દિગ્ગજ કલાકારોએ ન લીધી ફી, જાણો કેમ
સોર્સ : GSTV

શાહિદ કપૂર અને દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની જોડી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. તેમની આગામી ફિલ્મ 'ઓ રોમિયો'(O Romeo) 13 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી, અવિનાશ તિવારી, વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયા જેવા કલાકારો જોવા મળશે. જોકે, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ફિલ્મમાં કામ કરવા બદલ વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક પણ રૂપિયો ફી લીધી નથી.

App Store

ફી વગર આપ્યું પાવરફુલ પરફોર્મન્સ

દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે આ બાબતે ખુલાસો કરતા જણાવ્યું કે, વિક્રાંત મેસી વર્ષો પહેલા જ્યારે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારથી આ પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ હતો. '12th ફેલ' જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ એક મોટો સ્ટાર બન્યા છતાં વિક્રાંતે પોતાનું વચન પાળ્યું અને વિશાલ ભારદ્વાજની 'મકબૂલ' ફિલ્મથી પ્રેરિત થઈને તેમને એક 'ટ્રિબ્યુટ' તરીકે ફ્રીમાં કામ કર્યું. વિક્રાંતે આ ફિલ્મ માટે 8-9 દિવસ શૂટિંગ કર્યું છે. તેવી જ રીતે, અભિનેત્રી તમન્ના ભાટિયાએ પણ તેના મહત્ત્વપૂર્ણ રોલ માટે 12 દિવસનું શૂટિંગ કર્યું અને એક પણ રૂપિયો લીધા વગર આ ફિલ્મમાં જોડાઈને ઉદારતા બતાવી છે.