VIDEO: ભાવનગરના બોરતળાવમાં લૂંટ અને જીવલેણ હુમલાનો મામલો, બન્ને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના કાચા રસ્તે લૂંટ અને જીવલેણ હુમલાના કેસમાં પોલીસેબે આરોપ


ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના કાચા રસ્તે લૂંટ અને જીવલેણ હુમલાના કેસમાં પોલીસેબે આરોપીને ઝડપી પાડ્યા છે.ફરિયાદી દિશાબેન ડાભી અને તેમના ફિયાંશ મનદીપસિંહ યાદવ પર મોઢે રૂમાલ બાંધીને આવેલા બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો..તેમજ ૩૦ હજાર ૫૦૦ રૂપિયાની મતાની લૂંટ ચલાવી હતી. આ હુમલામાં મનદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને દબોચ્યા
પોલીસે ગણેશ નગરના વિપુલ જાદવ અને હરેશ ઉર્ફે વિજય રાઠોડ નામના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. ગુનાની ગંભીરતાને જોતા, પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહીથી વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો



