મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

video: રોડ-રસ્તા, પાણી માટે હાલાકી, તંત્ર સામે લોકોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો

તસવીર: gstv

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સામાન્ય વરસાદમાં જ વઢવાણ-લીંબડી રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. પાણી ભરાવા સાથે કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારના લોકોએ જણાવ્યું કે ખરાબ પરિસ્થિતિને કારણે આજે બાળકોને શાળામાં રજા રાખવી પડી, જ્યારે કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ પણ અહીં પહોંચી શકે તેવી સ્થિતિ નથી. આક્રોશિત સ્થાનિકોએ ડેપ્યુટી મેયર સમક્ષ મોનસૂન કામગીરી પાછળ ખર્ચાયેલા રૂપિયાનો હિસાબ માંગતા જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો