VIDEO: દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહત: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે મળશે 10 કલાક વીજળી
ચોમાસું ખેંચાતા ડાંગર, શેરડી અને

ચોમાસું ખેંચાતા ડાંગર, શેરડી અને બાગાયતી પાકોને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. હવે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યના ખેડૂતોને ખેતી માટે રોજના 8 કલાકને બદલે હવે 10 કલાક વીજ પુરવઠો મળશે. ચોમાસાની અનિશ્ચિતતા અને વરસાદના અભાવે પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે સરકારે લીધેલા આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ નિર્ણયથી પિયતની સુવિધા સુધરશે અને ખેડૂતોને પાક બચાવવામાં મોટી મદદ મળશે.




