VIDEO: થાનગઢમાં ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત
રાજ્યના સુરેન્દ્નનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં

રાજ્યના સુરેન્દ્નનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રશાસને ગેરકાયદેસર ખનીજ ખનન પર મોટો પ્રહાર કર્યો છે. ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે ગુગલીયાણા ગામે ‘કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ’ પર દરોડા પાડી મોટું રોયલ્ટી કૌભાંડ પકડી પાડ્યું છે
લોડર સહિત કુલ 78.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
.ચોંકાવનારી વાત એ છે કે, જે વ્યક્તિનું 5 વર્ષ પહેલાં મૃત્યુ થયું છે, તેના નામે લીઝ બતાવી ગેરકાયદેસર રોયલ્ટી પાસ ઈસ્યુ કરવામાં આવતા હતા. પોલીસે સ્થળ પરથી 774 નકલી પાસ, જેસીબી અને લોડર સહિત કુલ 78.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.




