મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાધનપુરના ગોતરકા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

VIDEO: એકવાર ફરી પાટણ શિક્ષણ આલમ કલંકિત બન્યું છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામ

VIDEO: એકવાર ફરી પાટણ શિક્ષણ આલમ કલંકિત બન્યું છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલા ગોતરકા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ગોતરકા ગામની સારસ્વત શિક્ષક મદિરા પાન કરી બાંકડા પર ભરનિંદ્રા માણતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શાળામાં ફરજ બજાવતા શિક્ષક દારૂ પી બાંકડા પર સૂઈ રહ્યા હતા. જેને જોઈ લોકો વિચારતા જોવા મળ્યા હતા. 

શિક્ષક દારૂ પી બાંકડા પર જોવા મળ્યા પછી આ સમગ્ર બાબતની તપાસ રાધનપુર ટીપીઓને સોંપવામાં આવી છે. એકબાજું સમગ્ર ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ભારે ચર્ચામાં છે ત્યારે આવી ઘટના સરકાર પર દાગ લગાવ્યો છે. 

આ સમાચાર શેર કરો