મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થાનમાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર પોલીસના દરોડા, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ખનિજ માફિયાઓ સામે પોલીસ વિભાગે લાલ આંખ કરી છે. થાનના ખાખરાળી ગામની સીમમાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર પોલીસે આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ 5 જેટલી ગેરકાયદે ખાણો ઝડપી લેવામાં આવી છે.

ખાણ-ખનિજ વિભાગની નિષ્ક્રિયતા બાદ હવે પોલીસ તંત્ર મેદાને આવ્યું છે

ખાણ-ખનિજ વિભાગની નિષ્ક્રિયતા બાદ હવે પોલીસ તંત્ર મેદાને આવ્યું છે. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 40 ટન કોલસો, ચરખી અને અન્ય સાધનો મળી કુલ 20 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.  

આ સમાચાર શેર કરો